
લગભગ પચાસેક વર્ષ પહેલા શિક્ષક પાસે બાળ મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્રનું જ્ઞાન તથા પદ્ધતિશાસ્ત્રની સમજ હોય એ પૂરતું ગણાતું. પરંતુ સમય જતાં ટેકનોલોજીનો પ્રવેશ તમામ ક્ષેત્રની જેમ શિક્ષણનાં ક્ષેત્રમાં પણ થયો અને શિક્ષકોએ હવે ટેકનોલોજીનું જ્ઞાન મેળવવું આવશ્યક જણાવવા લાગ્યું. વળી વર્તમાન સમયમાં તો ટેકનોલોજીનું જ્ઞાન માત્ર પૂરતું નથી પરંતુ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ વિનિયોગ પણ આવશ્યક બન્યો છે. આ સંજોગોમાં શિક્ષક બનવાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ ટેકનોલોજીના જ્ઞાન અને ઉપોયોગ કરવાની રીતો જાણવાથી અલિપ્ત ન રહી જાય એ માટે ગુજરાત યુનિવર્સિટીનાં બી.એડ્. અભ્યાસક્રમમાં સેમેસ્ટર ૩માં ICTની વિવેચનાત્મક સમજ પ્રશ્ન પત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પ્રશ્ન પત્રની તૈયારીમાં ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી આ MOOCની રચના કરવામાં આવી છે.
આ કોર્સમાં ICTનો શિક્ષણના ક્ષેત્રમાં ઉપયોગ, કમ્ય્પૂટર વિશે પાયાની માહિતી, શિક્ષણમાં ICTના ઉપયોગની વર્તમાન તરાહો તથા MS Officeનો ઉપયોગ જેવાં મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ થયો છે.
- Teacher: Keval Andharia